ભારતીય બનાવટનાં પરપ્રાંત ઇંગ્લીશ દારૂની નાની-મોટી બોટલ નંગ-૧૫૧૨૬ (પેટી નંગ-૫૭૦) તથા બીયર ટીન નંગ-૨૦૧૬ (પેટી નંગ-૮૪) મળી કિ.રૂ.૩૩,૦૩,૨૪૦/- સહિત કુલ કિ.રૂ.૫૩,૧૮,૨૪૦/- ના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડતી ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ
ઉમરાળા : તા.૦૯/૦૧/૨૦૨૫ના રોજ ભાવનગર, એલ.સી.બી. પોલીસ સ્ટાફનાં માણસો ભાવનગર,પાલીતાણા ડીવીઝન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન ઉમરાળા, ચોગઠ તરફ જવાના રોડના નાકે આવતાં બાતમી મળેલ કે એક સફેદ કલરનુ ટેન્કર રજી. નંબર- HR-65-A-0497નુ વલ્લભીપુર તરફથી આવી રહેલ છે. તે ટેન્કરમા વિદેશી દારૂનો જથ્થો ભરી લઇ જઇ રહેલ છે. જે બાતમી આધારે વોચમાં રહેતાં નીચે મુજબના ટેન્કરમાંથી નીચે મુજબની ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂની નાની-મોટી કંપની સીલપેક ફોર સેલ ઇન પંજાબ સ્ટેટ ઓન્લી લખેલ બોટલો તથા બિયર ટીનનો જથ્થો મળી આવેલ. તેઓ વિરૂધ્ધ ભાવનગર,ઉમરાળા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની અલગ-અલગ કલમો હેઠળ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, તેમજ આ કામના આરોપી1. કરનારામ જયરૂપારામ કાલર ઉ.વ ૨૨ રહે.ગાંધવકલા તા.ગુડામાલાની જી.બાડમેર રાજસ્થાન
2. રાજેશ આશુરામ રાણા રહે.બાબેર, કુરૂક્ષેત્ર, હરીયાણા વાળની અટકાયત કરી આ દારૂનું કન્ટેનર ઉમરાળા તાલુકાના રંઘોળા ચોકડીથી માલ કોને સપ્લાય કરવાનો હતો તે બાજુની તપાસ હાલ પોલીસે શરૂ કરી એક આરોપી રાજુ જાટ રહે . હનુમાનગઢ,રાજસ્થાન વાળા ને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ સમગ્ર ઓપરેશન પોલીસ ઇન્સ. એ.આર.વાળાસના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ. પી.ડી.ઝાલા તથા એલ.સી.બી. સ્ટાફના જયદાનભાઇ લાંગાવદરા, બીજલભાઇ કરમટીયા, હરિચંદ્દસિંહ દિલુભા, ફાલ્ગુનસિંહ ગોહિલ, શૈલેષભાઇ ચાવડા જોડાયા હતા.