ભાવનગર

વલ્લભીપુર તાલુકાના નવાગામ02 ખાતે રમતોત્સવ યોજાયો

મોટી સંખ્યામાં ગામ લોકો તેમજ વિદ્યાર્થીઓ રમત ઉત્સવ જોવા માટે ઉમટી પડ્યા

વલ્લભીપુર : ભાવનગર જિલ્લા શિક્ષણ સમિતિ અંતરગત દરેડ કે.વ શાળાની પેટા સ્કૂલોનો રમત ઉત્સવ યજમાન શાળા નવાગામ 02 પ્રાથમિક શાળાના પટાંગણમાં યોજાયો હતો આ કાર્યક્રમમાં દરેડ, નવાગામ 02,દુદાધાર,કાળાતળાવ,મેલાણા, જુના રતનપર , ચાડા, નસિતપર પ્રા.શાળાના બાળકો જોડાયા હતા ,

આ કાર્યક્રમમાં કબડી ખોખો ગોળાફેક ચક્રફેક, ચેસ, સહિતની રમતો બાળકોએ હોશ ભેર અને ખંતથી રમી પોતાની પ્રતિભા ઉજાગર કરી હતી , આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ભાવનગર જિલ્લા આરોગ્ય સમિતિ ચેરમેન અશોકભાઈ સોલંકી, તાલુકા કેળવણી નિરીક્ષક હેમરાજભાઈ ચૌહાણનું સન્માન કરવામાં આવ્યું હતું ,

જ્યારે વ્યવસ્થાપક તરીકે દરેડ કે. વ શાળાના આચાર્ય નરેશભાઈ વસાણી, નવાગામ (લો) શાળાના આચાર્ય ગોરધનભાઈ પટેલ તેમજ કાર્યક્રમ સંચાલનમાં નવાગામ (લો) પ્રા.શાળાના શિક્ષક રાજેશ પટેલ સહિત જોડાઈ ખૂબ સારું સંચાલન કરવામાં આવ્યું હતું ,

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!