ભાવનગર
થોડા દિવસ પહેલા થયેલ બાઈક તેમજ મોબાઈલ ચોરીના આરોપીને ઝડપી લેતી ઉમરાળા પોલીસ
ઉમરાળા : ઉમરાળા પોલીસના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી કે રંઘોળા ચોકડી પર બે ઈસમો શંકાસ્પદ બાઈક લઈ ઊભા છે જેથી પોલીસે બાતમી વાળી જગ્યા પર પહોંચી શંકાસ્પદ વ્યક્તિની પૂછપરછ કરતા બાઈક ચોરી કરી હોવાનું આરોપીઓને કબૂલ્યું હતું ,
વિગતે જોઈએ તો ઉમરાળા પોલીસ સ્ટેશનમાં થોડા દિવસ પહેલા રંઘોળા ગામના બુધાભાઈ મકવાણા એ બાઈક તેમજ મોબાઈલ ચોરી થયાની ફરિયાદ નોંધાવી હતી , જેથી પોલીસે આરોપીને શોધી કાઢવા ચક્રો ગતિમાન કર્યા હતા , જેમાં ઉમરાળા પોલીસના યુવરાજસિંહ ગોહિલ ને ખાનગી રહે બાતમી મળી હતી કે બે શક્શો શંકાસ્પદ બાઈક લઈ રંઘોળા ચોકડી પર ઊભા છે જેથી પોલીસના માણસોએ બાતમી વાળી જગ્યા પર પહોંચી આરોપી ભરત પરમાર ઉર્ફે મોરલો રહે રંઘોળા , અને હરેશ અરજણભાઇ ધોળકિયા રહે રંઘોળા વાળાને ચોરી કરેલી એક બાઈક સહિત બે મોબાઈલ સાથે ઝડપી પાડી ધોરણ સરની કાર્યવાહી હાથ ધરી હતી , આ સમગ્ર ઓપરેશનમાં હે.કો. એ.પી. પાવરા , પો.કો. યુવરાજસિંહ ગોહિલ , નરેન્દ્રસિંહ ગોહિલ , મહેશભાઈ ગઢવી , જયપાલસિંહ ભરતસિંહ ગોહિલ, જયપાલસિંહ ભૂપતસિંહ ગોહિલનાઓ જોડાયા હતા.