વાસદ પાસે બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો નિર્માણાધીન પુલનો એક ભાગ ધરાશાયી, ત્રણ મજૂરોના મોત
ગુજરાતના આણંદમાં મંગળવારે બુલેટ ટ્રેન માટે બનાવવામાં આવી રહેલા ટ્રેક પરના એક પુલનો એક ભાગ ધરાશાયી થયો છે. મળતી માહિતી મુજબ આ અકસ્માત વાસદ પાસે થયો હતો. જેમાં ત્રણ મજૂરોના મોત થયા છે.
આણંદમાં મંગળવારે બુલેટ ટ્રેન માટે બનાવવામાં આવી રહેલા ટ્રેક પરનો પુલ ધરાશાયી થયો છે. મળતી માહિતી મુજબ આ અકસ્માત વાસદ પાસે થયો હતો. જેમાં ત્રણ મજૂરોના મોત થયા છે. અકસ્માતના સમાચાર મળતા જ આણંદ પોલીસ, ફાયર બ્રિગેડ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આ ઘટના અંગે માહિતી આપતા આણંદના એસપી ગૌરવ જસાણીએ જણાવ્યું હતું કે, વાસદ ગામ પાસે બુલેટ ટ્રેન પ્રોજેક્ટના કામ દરમિયાન આ અકસ્માત થયો હતો. જેમાં બે લોકોને બચાવી લેવાયા છે. કાટમાળ હટાવવામાં આવી રહ્યો છે.
9 બ્રિજનું કામ પૂર્ણ થયું છે
બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ગુજરાતના નવસારી જિલ્લામાં ખરેરા નદી પરના પુલનું નિર્માણ કાર્ય 29 ઓક્ટોબરે પૂર્ણ થયું હતું. કોરિડોર માટે વાપી અને સુરત બુલેટ ટ્રેન સ્ટેશન વચ્ચે તમામ 9 નદી પુલ બનાવવામાં આવ્યા છે. ગુજરાત રાજ્યમાં 20 નદી પુલમાંથી 12 નદી પુલનું બાંધકામ પૂર્ણ થયું છે. ગુજરાત રાજ્યના 20 નદી પુલોમાંથી આ 12મો નદી પુલ છે.
ગુજરાતમાં પૂર્ણ થવાના 12 નદી પુલ વિશે વાત કરીએ તો, વાપી અને સુરત બુલેટ ટ્રેન સ્ટેશન વચ્ચે ખરેરા, પાર, પૂર્ણા, મીંઢોળા, અંબિકા, ઔરંગાબાદ, કોલક નદી, કાવેરી નદી અને વેંગાનિયા. આ સિવાય ત્રણ પુલની વાત કરીએ તો તેમાં ધાદર, મોહર , વાત્રક છે.
નેશનલ હાઈ-સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) મુંબઈ-અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેન ચલાવવા માટે દિવસ-રાત કામ કરી રહી છે. આ હાઈ-સ્પીડ રેલ કોરિડોર પ્રોજેક્ટના નિર્માણમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે. ગુજરાતમાં વાપી અને સુરત બુલેટ ટ્રેન સ્ટેશનો વચ્ચે આવતી તમામ નવ નદીઓ પર પુલ બનાવવામાં આવ્યા છે. તાજેતરમાં નવસારી જિલ્લામાં ખરેરા નદી પર 120 મીટર લાંબા પુલનું નિર્માણ કાર્ય પૂર્ણ થયું હતું. આ સાથે, ગુજરાતમાં બનાવવામાં આવનાર કુલ 20 નદી પુલમાંથી 12નું નિર્માણ કરવામાં આવ્યું છે.