ભાવનગર
ભાવનગર LCBએ દારૂનો રૂ. 8 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપ્યો, 5ની કરી ધરપકડ
ભાવનગર એલસીબીને દારૂની હેરાફેરી થતી હોવાની બાતમી મળી હતી.
Bhavnagar News: ભાવનગર એલસીબીએ દારૂની કટીંગ દરમિયાન રેડ કરી રૂપિયા 8 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે તેમજ 5 શખ્સોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ભાવનગર એલસીબીને દારૂની હેરાફેરી થતું હોવાની બાતમી મળી હતી. જેથી આરોપીઓને રંગે હાથે પકડવા ભાવનગર LCBએ દારૂની કટીંગ દરમ્યાન દરોડો પાડ્યો હતો. તેમ જાણવા મળ્યા બાદ પાનવાડી BSNL કચેરી સામે જાહેરમાં એક કારમાંથી બીજી કારમાં દારૂનું કટીંગ થતું હતું.
ભાવનગર LCBએ શખ્સો પર વોચ રાથી દારૂની બોટલ સહિત રૂ. 8,10,360 મુદ્દામાલ કબ્જે કર્યો હતો. LCBએ દારૂની કટીંગ કરતા 5 શખ્સોની ધરપકડ કરી છે. જેમાં 5 આરોપીઓનાં નામ સામે આવ્યા છે. પ્રતાપ જગુભાઈ ખાચર,હાર્દિક હિતેશભાઈ પરમાર,નાસીર ઝાકીરભાઈ કુરેશી,ભાવેશ બટુકભાઈ ભીમાણી અને મુન્નો ઉર્ફે મૂંડીયો સંધી ઝડપાયા છે.