વલ્લભીપુર નગરપાલિકાના બે નગરસેવકોના પ્રતિનિધિઓ સામ સામે બાખડયા
નગરપાલિકાના નગરસેવક લક્ષ્મીબેન સામતભાઈ ચાવડાના પુત્ર લાલભાઈ ચાવડા અને નગરસેવક સંગીતાબેન મહેશભાઈ વાસાણી ના પતિ અને પુર્વ નગરપાલિકા પ્રમુખ મહેશભાઈ વાસાણી વચ્ચે પાણીના ટાંકાને લઇ બોલાચાલી બાદ મારામારી પર ઉતર્યા હતા .
વલ્લભીપુર : પ્રાપ્ત થતી વિગત મુજબ વલ્લભીપુર નગરપાલિકા સમસ્યાનો મધપૂડો બનતું જઈ રહ્યું છે ,ભાજપના 21 નગરસેવકોની બહુમતી હોવા છતાં અંદરોઅંદરનો વિવાદ શમવનો નામ નથી લેતો તેવું શહેરીજનોમાં ચર્ચાએ જોર પકડ્યું છે,
આજ ની ઘટનાની વાત કરીએ તો વલ્લભીપુર નગરપાલિકાના નગરસેવક લક્ષ્મીબેન સામતભાઈ ચાવડાના પુત્ર લાલભાઈ ચાવડા અને નગરસેવક સંગીતાબેન મહેશભાઈ વાસાણીના પતિ મહેશભાઈ વાસાણી વચ્ચે વલ્લભીપુર ટાવર ચોક પાસે વિવાદ સર્જાયો હતો, નગરપાલિકા દ્વારા જે પાણીના ટાંકા સપ્લાય કરવામાં આવે છે તે નગરસેવકોને મફત આપવામાં આવે તેવું નગરસેવિકાના પતિ મહેશ વાસાણી દ્વારા નગરસેવિકા લક્ષ્મીબેન ચાવડા કે જે હાલ પાણી સમિતિના ચેરમેન હોય જેથી તેઓના પુત્ર લાલભાઈ ને જણાવ્યું હતું આ બાબતે લાલભાઈ ચાવડા દ્વારા તેઓને જણાવ્યું હતું કે કોઈ પણ નગર સેવક હોય કે સામાન્ય વલ્લભીપુરના નાગરિક બધા માટે નિયમ એક હોવાનું જણાવતા બંને વચ્ચે બોલાચાલી થઇ હતી. ત્યાર બાદ બંને વચ્ચે છુટ્ટા હાથની મારા મારી થતાં વલ્લભીપુર માં આ મુદ્દો ટોક ઓફ ધી ટાઉન બન્યો હતો.
ઉલ્લેખનીય છે કે વલ્લભીપુર નગરસેવિકાના પતિ અને પૂર્વ નગરપાલિકા પ્રમુખ મહેશભાઈ વાસાણી દ્વારા અનેક વખત નિશુલ્ક પાણીના ટાંકા પોતાની કન્સ્ટ્રક્શન સાઇડ પર 30 જેટલા પાણીના ટાંકા વાપર્યા હોય તેમજ પોતાની વાડીમાં વૃક્ષોને પાણી પાવા લઈ જતા હોય જેથી નગરપાલિકાની તિજોરી ઉપર બોજો દાખવી મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કર્યો હોવાનું પણ સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે,