ઉમરાળા તાલુકા કક્ષાના સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે.
ઉમરાળા : આથી ઉમરાળા તાલુકાની જનતાને જાણ કરવામાં આવે છે કે રાજ્ય સરકારના આદેશ અનુસાર આગામી તા.૨૧/૦૮/૨૦૨૪ ને બુધવારના રોજ સવારે ૧૧:૦૦ કલાકે મામલતદાર કચેરી ઉમરાળા ખાતે માનનીય મુખ્યમંત્રીશ્રી નો તાલુકા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ ગ્રામ્ય કે તાલુકા કક્ષાના પ્રશ્નોનો નિકાલ કરવા માટે રાખવામાં આવેલ છે. આથી પ્રશ્નો માટે અરજદાર પાસેથી તા.૧૦/૦૮/૨૦૨૪ સુધીમાં આધાર પુરાવા સાથે અરજી મંગાવવામાં આવે છે. પ્રશ્ન રજૂ કરવા માટે જે તે અરજદારે તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ નાં મથાળા નીચે મામલતદાર શ્રી ઉમરાળા ને અગાઉ જે તે કચેરી ને કરેલ અરજી તથા અન્ય પુરાવા સાથે અરજી કરવાની રહેશે.
જે પ્રશ્ન અંગે કોર્ટ કેસ શરૂ હોય તેવા પ્રશ્નો ધ્યાને લેવામાં આવશે નહીં.
આ કાર્યક્રમમાં અરજદારે જાતે રૂબરૂ હાજર રહી એક જ વિષય ને લગતી રજુઆત કરી શકાશે. સામુહિક રજુઆત કરી શકાશે નહીં.
ગ્રામ્ય કે તાલુકા નાં પ્રશ્ન હોય તે તા.૧૦/૦૮/૨૦૨૪ સુધીમાં મામલતદાર શ્રી ઉમરાળા ને રજૂ કરવા જાહેર જનતા ને જાણ કરવામાં આવે છે.