ઉમરાળાના ટીંબી ખાતેની મારુતિ ગેસ એજન્સીના માલિકની દબંગાઈ
ગઈકાલે મારુતિ ગેસ એજન્સી ખાતે તપાસ અર્થે આવેલ ગારીયાધાર મામલતદાર કુંભાણી અને સ્ટાફને વિઠલ ભિંગરાડીયા અને તેના પુત્ર દ્વારા ઓફિસમાં પૂરવાનો હાઈ હોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો આખરે ઉમરાળા પોલીસને જાણ થતા ઘટના સ્થળે દોડી જઈ તમામને મુક્ત કરાવાયા હતા
આ મુદ્દો જીલ્લા ભરમાં ટોક ધ ઓફ ટાઉન રહ્યો હતો
ગેસ રીફિલિંગ માટે આવેલા 67 વર્ષના આધેડને ઢોર માર માર્યો
ઉમરાળા : ઉમરાળા તાલુકાના ટીંબી ગામે મારુતિ ગેસ એજન્સીના માલિક અને ભાજપના મહિલા મોરચાના અગ્રણી ભારતીબેન ભિંગરાડીયા ના પતિ વિઠ્ઠલ ભિંગરાડિયાની દાદાગીરી સામે આવી છે પ્રાપ્ત થતી વિગત મુજબ બે દિવસ પૂર્વે ઉમરાળા તાલુકાના ઉજળવાવ ગામના 67 વર્ષના આધેડ મનજી ભાઈ સવાણી પોતાના ભાઈના ઘરેલુ ગેસ કનેકશન નો સિલિન્ડર રિફિલ કરાવવા મારુતિ ગેસ એજન્સી ટીંબી ખાતે આવેલા હતા, તે સમયે મોબાઈલ માં આવેલ ઓ.ટી.પી. અર્થે ફરજ પરના કર્મચારી ને પૂછતા તેઓ દ્વારા એજન્સીના માલિક સાથે ઓફિસમાં વાત કરી લેવા જણાવેલ જ્યારે આધેડ એજન્સી સંચાલકને ઓફિસ માં મળવા જતા તેઓ સાથે વિષય અન્વય વાત કરતા સંચાલક વિઠ્ઠલ ભિંગરાડિયા દ્વારા ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરી ભૂંડા બોલી ગાળો આપેલ ત્યાર બાદ આધેડ મનજીભાઈ દ્વારા ગાળો ન બોલવા બાબત કહેતા ઉશ્કેરાયેલા વિઠ્ઠલ ભીંગરાડિયાએ ધોકા પાઇપ વડે આધેડને ઢોર માર માર્યો હતો ઇજાગ્રસ્ત આધેડ ને 108 મારફતે નજીકની સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા, સમગ્ર ઘટનાની જાણ થતાં ઉમરાળા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ઇજાગ્રસ્ત ની ફરિયાદ લઇ ફરિયાદના આધારે આગળ ની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
ઉલેખનીય છે કે વિઠ્ઠલ ભિંગરાડિયા અને તેનો પુત્ર તાલુકામાં માથા ભારેની છાપ ધરાવે છે અવાર નવાર ગેસ રિફિલીગ કરવા આવતા ગ્રાહકો સાથે ઉધતાઈ ભર્યું વર્તન તેમજ હાથાપાઇ કરતા હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું વિઠ્ઠલ ભિંગરાડિયા વિરુદ્ધ ઉમરાળા પોલીસ સ્ટેશનમાં 6 જેટલા અલગ અલગ ગુન્હાની ફરિયાદ પણ નોંધાઈ ચૂકી છે જો કે રાજકીય વગ ધરાવતા હોવાથી તેની સામે કોઈ શિક્ષાત્મક પગલાં આજ દિન સુધી લેવાયા નથી જેથી સ્થાનિક લોકોમાં ભય નો માહોલ ફેલાયો છે આવા વિઠ્ઠલ ભિંગરાડિયા જેવા માથા ભારે શક્શો વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે.