વલ્લભીપુર મામલતદાર કચેરી અંદર બે યુવાનો પર અજાણ્યા ઈસમોએ હિચકારો હુમલો કર્યો
ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાટ સ્થળ પર પહોંચી
વલ્લભીપુર : વલ્લભીપુર મામલતદાર કચેરી ખાતે પાણવી ગામના અને હાલ મુંબઈ વસતા બે બીઝનસ મેન મહેશ કુમાર મહેતા અને સંજય ભાઈ મહેતા નક્ષત્ર પ્રમાણે વૃક્ષા રોપણ કરવા મામલતદાર ને આમંત્રણ આપવા માટે આવ્યા હતા તે દરમીયાન હરેશભાઈ ડોડીયા , અને પપ્પુ ડોન પાટણા અને બીજા ત્રણ ઈસમો અચાનક મામલતદાર કચેરી ખાતે આવી બંને બિઝનેસ મેન ઉપર હિચકારો હુમલો કર્યો હતો તેવું તેઓએ મીડિયા ને જણાવ્યું હતું ,
આ બાબતે મામલતદાર ને પૂછતા તેઓએ રથયાત્રા નિમિત્તે મામલતદાર કચેરીએ ઉપસ્થિત હતા તે દરમિયાન આ બંને બિઝનેસ મેન જમીન બાબતે મળવા આવ્યા હતા તે દરમિયાન બહાર મામલતદાર કચેરી પરિસર માં મારામારીનો બનાવ બન્યો હોવાની જાણ થતાં તાત્કાલિક પોલીસ ને જાણ કરી હતી તેમ જણાવ્યું હતું ,
જેથી પી.એસ.આઇ પી.ડી.ઝાલા સહિત પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોચ્યો હતો, અને પોલીસે બે આરોપીની ઘટના સ્થળેથી હરેશ ડોડીયા, અને પપ્પુ ડોન પાટણા ની અટકત કરી હતી. આ સમગ્ર ઘટના ને લઇ સમગ્ર વલ્લભીપુર પંથકમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી.