વલ્લભીપુરથી બરવાળા જતા હાઇવે પર પસાર થતા પહેલા પોતાનું તેમજ તમારા વાહન નું ઇન્શોરાન્સ કરાવી લેજો
નવા બની રહેલા રોડ નાળાના કોન્ટ્રાકટર અને જવાબદાર અધિકાારીઓની ઘોર બેદરકારીના લીધે અસંખ્ય વાહનો રોડની નીચે ખાબક્યા
વલ્લભીપુર : તાલુકામાંથી પસાર થતાં ભાવનગર – અમદાવાદ હાઇવે પર રોડનું કામ ગોકળ ગતિએ આગળ વધી રહ્યું છે ,હાલ તો ચોમાસાના વરસાદી માહોલમાં આ રોડ પરથી પસાર થતા પહેલા સો વાર વિચારી મુસાફરી કરજો કારણ કે જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાકટર દ્વારા આ રોડ પર મોતનો માંચડો તૈયાર કરવા માં આવ્યો છે ,
વલ્લભીપુરથી પાટણા ગામ વચ્ચે મુલધરાઇ પાસે પુલ અને રોડમાં ડીવાઈડર મૂકેલા ન હોય અને કોઈ પણ સાઈન બોર્ડ મારેલું ન હોવાથી બે દિવસમાં છ થી સાત ગાડીઓ રોડ નીચે ખાઈ માં ખાબકી ચૂકી છે અને નાના મોટા અકસ્માત તો રોઝ બરોજનો સિલસિલો બની ગયો છે જવાબદાર અધિકારી અને કોન્ટ્રાકટરોને આ રોડના કામમાં મોટા પ્રમાણમાં ગેરરીતી આચરી મલાઈ ખાતા હોવાની લોક મુખે ચર્ચા થઈ રહી છે,
અનેક વાર જાગૃત નાગરિકો દ્વારા આ બાબતે રજુઆત કર્યા છતાં નાક કાન વગરના અધિકારીઓને સામાન્ય લોકોના જીવની કોઈ કિંમત ન હોય તેમ જૂની કહેવત મુજબ “કાળમીંઢ પત્થર પર ગમે ટેટલું પાણી ઢોળ્યાં કરો કોઈ ફરક ના પડે” જેવું વર્તન કરી રહ્યા છે ,
હાલ તો તંત્ર ના પાપે જીવ ગુમાવવા કરતા આ રોડ પર પસાર થતાં પહેલાં પોતે સાવચેતી રાખવાની ખુબજ જરૂરી છે ,કારણ કે તમારા ઘરે તમારો પરિવાર તમારી રાહ જોતો હશે .