વલ્લભીપુર તાલુકાનું કાળાતળાવ આરોગ્ય કેન્દ્ર રામ ભરોસે, ડોક્ટર વિના દર્દીઓ બન્યા નોધારા
કાળાતળાવ આરોગ્ય કેન્દ્રમાં એક પણ ડોક્ટર ન હોવાના કારણે સ્થાનિકોને ભારે હલાકીનો સામનો કરવો પડ્યો હતો
વલ્લભીપુર : તાલુકાના કાળાતળાવ ગામે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં એક પણ ડોક્ટર ન હોવાના કારણે સ્થાનિકોને ભારે હલાકીનો સામનો કરવો પડી રહ્યો છે . કાળાતળાવ આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટર જતીન ફરજ નિભાવી રહ્યા છે જોકે ડોક્ટર જતીન વલ્લભીપુર સી.એસ.સી. નો ચાર્જ સોંપાયો હોવાના કારણે અહીં એક પણ ડોક્ટર હાજર ન હતા. અન્ય ડોક્ટરને ચાર્જ સોંપવામાં આવ્યો પણ આ ડોક્ટર આરોગ્ય કેન્દ્ર ખાતે પહોંચ્યા ન હતા જેના કારણે દર્દીઓએ બે બે ત્રણ ત્રણ કલાક સુધી આરોગ્ય કેન્દ્ર પર બેસવાનો વારો આવ્યો છે.
સ્થાનિકો જણાવી રહ્યા છે કે અઠવાડિયામાં બે થી ત્રણ વખત અહીં ડોક્ટ ર હાજર ન હોવાના કારણે લોકોએ 22 કીલોમીટર વલ્લભીપુર સારવાર લેવા માટે જવું પડે છે.
મીડિયા દ્વારા રિયાલિટી ચેક કરતા વલ્લભીપુર તાલુકાના અંતરિયાળ ગામડાઓમાં અવેલ કાળાતળાવ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મા કોઈ તબીબ હજાર જોવા મળ્યા ન હતા ત્યારે સ્ટાફ ના કર્મચારીઓ મોબાઈલ માં રિલ્સ જોવામાં વ્યસ્ત જોવા મળ્યા હતા , સરકારી આરોગ્ય કેન્દ્ર માં કર્મચારીની કેબિન માં કોઈ કર્મચારી હાજર ન હોવા છતાં લાઇટ પંખા શરૂ જોવા મળ્યા હતા , જેથી સરકારી તિજોરી પર પણ લાઇટ બિલ નો બીજો આ સરકારી આરોગ્ય કેન્દ્ર વધારી રહ્યું હોય તેવું દૃશ્યોમાં સામે આવ્યું હતું ,
કાળાતળાવ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આરોગ્યની સુવિધાના નામે મીંડું જોવા મળ્યું છે , સરકારે લાખોના ખર્ચે આયુષ્માન આરોગ્ય મંદિર બનાવ્યા. છે પણ ડોક્ટરોની મનમાની થી આ આરોગ્ય કેન્દ્ર માત્ર શોભાના ગાઠિયા સમાન બની ગયા છે
મીડિયા દ્વારા ઉચ્ચ અધિકારીઓ સાથે વાત કરવાના પ્રયત્નો કરતા હકારાત્મક પ્રતિસાદ મળ્યો ન હતો ક્યાંકને ક્યાંક આ મગરમચ્છ જેવી જાડી ચામડીના અધિકારીઓ ને ગામડાઓના દર્દીઓની વેદના દેખાતી તેમજ સંભળાતી પણ નઈ હોય , જેથી દર્દીઓની હાલત કફોડી બનતી જઈ રહી છે .