અમરેલી મધ્યસ્થ સહકારી બેન્કના મેનેજરે માનવતાનું ઉતમ ઉદાહરણ પૂરું પાડ્યું
અમરેલી : જીલ્લાના ખાંભા શહેરમા આવેલ મધ્યસ્થ સહકારી બેન્કના મેનેજરે માનવતાનું ઉતમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. એક ખેડૂત બેન્કમાં પોતાની ૫૦ હજારની રકમ ભુલી જતા ખાતરી કરી આજે ખેડૂતને પોતાની પરત આપવામા આવી હતી….
ખાંભા શહેરમા આવેલ અમરેલી જીલ્લા મધ્યસ્થ સહકારી બેન્કના ગઇકાલે તાતણીયા ગામના વિક્રમભાઇ ભમર નામના એક ખેડૂત જેઓ ૫૦ હાજર જેવી રકમ બેન્કમાં ઉપાડવા માટે આવ્યા હતાં. અને ખેડૂત પોતાની રકમ ભૂલી જતા જ્યારે બેન્ક કેશમાં ૫૦ હાજર જેટલી રકમ વધતી હોઇ મોડી રાત સુધી કેશ મેળવણું કરી ખાતરી કરી આજે ખેડૂતને તેમની રકમ બેન્ક મેનેજર દ્વારા પરત આપવામાં આવી હતી. અમરેલી જિલ્લા મધ્યસ્થ બેન્ક ખાંભા શાખા બેન્કના સ્ટાફે પ્રમાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ તકે ખેડૂત વિક્રમભાઈ ભુરાભાઇ ભમ્મર દ્વારા બેન્ક સ્ટાફ તેમજ મેનેજર વી.બી.ખુમાણનો આભાર માન્યો હતો
રીપોર્ટર:-ધર્મેશ મહેતા રાજુલા….